ગુજરાત
News of Saturday, 15th September 2018

સુરતમાં અગાઉ બિલ્ડરની ઓફિસમાં ચોરી કરનાર બે શખ્સ પોલીસના સકંજામાં

સુરત:વેસુમાં બે માસ અગાઉ બિલ્ડરની ઓફિસમાંથી રોકડા રૂ. ૩૦ લાખની ચોરી કરનાર બે રીઢા ચોર અને એક તરૂણને ક્રાઇમ બ્રાંચે કાર સાથે ઝડપી પાડી રોકડા રૂ. ૧૨.૭૫ લાખ કબજે કર્યા હતા. ટોળકી રેકી કર્યા બાદ ફાયનાન્સર, બિલ્ડર, સી.એ., વકીલની ઓફિસોને નિશાન  બનાવતી હતી.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મનોજ પાટીલ અને ટીમે વેસુ વીઆઇપી રોડ સી.બી. પટેલ ગ્રાઉન્ડ સામે કાર (નં. જીજે-૦૫-સીપી- ૨૮૫૩)માંથી વૈભવ ઉર્ફે જાડીયો ઉમેદભાઇ સાકરીયા (ઉ.વ. ૨૯, રહે. ૩૪, શ્રી કલ્યાણ રેસીડન્સી, હંસદેવ વીલાની સામે, કામરેજ, સુરત), રાહુલ સોમાભાઇ ઠાકોર (ઉ.વ. ૨૫, રહે. ૨૮, શ્રી કલ્યાણ રેસીડન્સી, કામરેજ, સુરત) અને ૧૭ વર્ષ ૧૧ માસની વયના રાહુલના સાળાને રોકડા રૂ. ૧૨.૭૫ લાખ, ૪ મોબાઇલ ફોન, પેચીયું, વાંદરીપાનું વિગેરે મળી કુલ રૂ. ૧૫,૭૫,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(5:33 pm IST)