અમદાવાદમાં મોબાઈલના શો રૂમમાંથી 20 લાખના મોબાઈલની ચોરીથી અરેરાટી
અમદાવાદ:આશ્રમ રોડ ઉપર આવેલા સલ્સ ઇન્ડિયા શો-રૃમાં ગઇકાલે રાત્રે રૃા. 20 લાખની કિમતના ૧૧૧ મોબાઇલની ચોરી કરી થઇ હતી. પોલીસ તપાસમાં શટર ઉંચુ કરીને ચોરી કરાતા સિક્યુરીટી ગાર્ડ પર શંકા સવાઇ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે શો-રૃમમાં કરોડોનો માલ સામાન હોવા છતાં રાત્રે સીસીટીવી બંધ કરી દેવામાં આવતા હતા. નવરંગપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે સરખજ રોડ જુહાપુરા ખાતે રહેતા અને આશ્રમ રોડ પર સેલ્સ ઇન્ડિયામાં મેનેજર તરીકે નોકરી કરતા મુન્તીયાઝઅલી સૈયદે નવરંગપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે, કે ગઇકાલે રાત્રે આશ્રમ રોડ સાઇડ પર શો-રૃમનું શટર ઉંચુ કરીને અજાણી વ્યક્તિએ શો-રૃમમાં પ્રવેશ કર્યો હતો અન મોબાઇલ ડિપાર્ટમેન્ટમાં મોબાઇલ સ્ટોક મુકવાના ડ્રોવરમાંથી વિવિધ કંપનીના રૃા. ૨૦ લાખની કિંમતના કુલ ૧૧૧ મોબાઇલની ચોરી કરી હતી.