ગુજરાત
News of Saturday, 15th September 2018

આણંદની જનતા ચોકડી નજીક લાઇનબોય પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા

આણંદ:નજીક આવેલી જનતા ચોકડી પાસેની જય દ્વારકાધીશ હોટલ પાસે ગાડી ધીમી ચલાવવાના ઠપકો આપનાર લાઈનબોય પર ચપ્પાથી તેમજ લાકડાના ડંડાથી હુમલો કરીને માર મારનાર ત્રણ શખ્સોને વિદ્યાનગર પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ગત ૧૩મી તારીખના રોજ રાત્રીના પોણા એક વાગ્યાના સુમારે લાઈનબોય અરશીલ મહંમદયુનુસ વ્હોરા પોતાના મિત્રો સાથે બાઈકો પર વિદ્યાનગરથી પરત આવી રહ્યો હતો ત્યારે જનતા ચોકડીએ કાર ઉપર નાંખવાની બાબતે ધીમી ચલાવવાનો ઠપકો આપતાં જ જય દ્વારકાધીશ હોટલ પાસે કાર ચાલક લાલો તથા તેના બે સાગરિતોએ ઝઘડો કરીને લાલાએ ચપ્પાથી તેમજ અન્ય બે શખ્સોએ લાકડાના ડંડાથી માર માર્યો હતો. અને મોબાઈલ લઈને જમીન પર પછાડી તોડી નાંખ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી અને સ્વીફ્ટ કાર નંબર જીજે-૨૩, બીએલ-૨૨૩૪ના ચાલક કૃણાલકુમાર ઉર્ફે લાલો ધર્મેન્દ્રભાઈ લશ્કરી (રે. મોગરી, મુળ માણાવદર, જુનાગઢ, દિગેશભાઈ ઉર્ફે જીગો હિતેષભાઈ પટેલ (રે. બાકરોલ ગેટ પાસે, મુસ્લિમ હોસ્ટેલની પાછળ)તથા વિમલભાઈ ભાસ્કરભાઈ ત્રિવેદી (રે. હાલ પુરોહિત ડાઈનીંગ હોલની બાજુમાં, જ્યોતિબેનના મકાનમાં, મુળ માણાવદર, જુનાગઢ)ને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

 

(5:32 pm IST)