નડિયાદમાં રેલવે ફાટક પર બેફિકરાઈથી ટ્રક ચલાવી નુકશાન પહોંચાડનાર આરોપીને નડિયાદ આરપીએફે આરટીઓની મદદથી ઝડપ્યો
કપડવંજ: મોડ઼ાસા રોડ પર બેફિકરાઈ રીતે ટ્રક ચલાવી રેલવે ફાટકને નુકસાન કરનાર ટ્રકના ચાલકને નડિયાદ આરપીએફ એ આરટીઓની મદદથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજ મોડાસા રોડ પર રેલવે ફાટક આવેલી છે. આ રેલવે ફાટક પરથી તા.૧૯-૮-૧૮ ના રોજ એક ટ્રક ચાલક પોતાની ટ્રક નં એમએચ ૪૬ બીબી ૮૭૫૭ લઈને પસાર થતો હતો. તે વખતે તેની બેફિકરાઈને કારણે આ ટ્રક ફાટક સાથે અથડાતાં ફાટકને રૂ.૪૫૦૦ નું નુકસાન થયું હતું. જો કે અકસ્માત વાળી ટ્રક ત્યાં મુકીને તે ભાગી ગયો હતો. આની જાણ નડિયાદ આરપીએફ અધિકારી ઓ. પી. સેનને થતાં તેમણે સ્ટાફ સાથે ત્યાં જઈ ટ્રકનો કબજો લીધો છે. જો કે ભાગી છુટેલા ચાલકની તપાસ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવ્યો નહતો. જેથી ટ્રક નં ના આધારે આરટીઓની મદદ લેતાં આ ટ્રક એમએચ ૪૬ બીબી ૮૭૫૭ હોઈ પોલીસે મહારાષ્ટ્ર જઈ ટ્રકના ચાલક છોટુરામને એક મહિના બાદ પકડી પાડ્યો છે. અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.