ગુજરાત
News of Saturday, 15th September 2018

૧૪-૧૪ ચોરીઓના ગુન્હામાં ૭-૭ વર્ષથી નાસતી 'ચોરો કી રાની' અંતે ઝડપાઇ

લેડી ચોરને પકડવામાં અમદાવાદ એસઓજીના ડીસીપી ડો. હર્ષદ પટેલ ટીમને સફળતા

રાજકોટ, તા., ૧૫: ૧૪-૧૪ ચોરીઓના ગુન્હામાં છેલ્લા ૭ વર્ષથી નાસતી ફરતી 'ચોરો કી રાની' જેવી રીઢી આરોપી નફીસાબાનુને અમદાવાદના ડીસીપી અને હર્ષદ પટેલના સુપરવીઝન હેઠળ ઝડપી લઇ તેણીની સઘન પુછપરછ ચાલી રહયાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીના  સુત્રો જણાવે છે.

પાટણ શહેરના સીટી એ ડીવીઝન તથા પાટણ શહેરના સીટી બી ડીવીઝનના ચોરીઓના ગુન્હામાં વોન્ટેડ એવી નફીસાબાનુ  અમદાવાદના ફતેવાડી કેનાલ તરફથી આવી સુજલ પાર્ક થઇ હેપી હોમ તરફ જનાર છે  તેવી બાતમીના આધારે અમદાવાદના ખાસ પોલીસ કમિશ્નર ડીસીપી વિગેરે સાથે ચર્ચા કરી અમદાવાદ શહેર એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલે વ્યુહ રચના ગોઠવી અને ખાસ ટીમો સાથે પોલીસ સબ ઇન્સ્પેકટર જે.કે.રાઠોડ તથા પીએસઆઇ એ.વી.શીયાળીયા, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર હીરાલાલ તથા હેડ કોન્સ્ટેબલ  ફિરોઝખાન નસરૂદીનની ટીમે નફીસાબાનુને ઝડપી લીધી હતી. ધરપકડ સમયે તેણીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

પોલીસ પુછપરછમાં પાટણની ૧૪ થી  વધુ ચોરીઓમાં ૭-૭ વર્ષથી તેણી નાસતી હતી. તેણીને પકડવા માટે પાટણ પોલીસ પણ સક્રિય બની હતી. આમ છતાં હાથ આવતી ન હતી. અંતે અમદાવાદ એસઓજીના નાયબ પોલીસ કમિશ્રર ડો.હર્ષદ પટેલ ટીમને 'ચોરો કી રાની' જેવી નફીસાબાનુને પકડવામાં સફળતા સાંપડી હતી. તેણી સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. (૪.૭)

(3:29 pm IST)