ગુજરાત
News of Saturday, 15th September 2018

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીઃ અબજો રૂપિયાની ખરીદાઇ રહી છે જામીનો

૩ મહિનામાં મોટી ૨૦ ડીલઃ ૩૧૫ કરોડમાં બે જામીનના ટુકડાની ખરીદીના

અમદાવાદ, તા.૧૫:  અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક પછી એક મોટા સોદા પડતા દ્યણા સમયથી સુસ્ત રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં રૂ. ૩૧૫ કરોડમાં બે જમીનના ટુકડાની ખરીદીના સોદા પડ્યા છે જેને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખળભળાટ મચી ગયો છે. એચ એન સફલ તથા ગોયલ એન્ડ કંપનીએ સરદાર પટેલ રિંગ રોડના શેલા વિસ્તારમાં ૨૭,૦૦૦ સ્કવેર યાર્ડના પ્લોટ ખરીદ્યા છે. જયારે અમદાવાદના સોહમ ગૃપે વૈષ્ણોદેવી સર્કલ પાસે ૧૧,૫૦૦ સ્કવેર યાર્ડની જમીન ખરીદી છે.

એચ એન સફલે ગોયલ એન્ડ કંપની સાથે મળીને શેલા પાસે આવેલા કલબ બ્૭ પાસે જમીનનો ટુકડો ખરીદ્યો છે. જમીનની કિંમત રૂ. ૭૫,૦૦૦ પ્રતિ સ્કવેર યાર્ડ આંકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સોદો અંદાજે રૂ. ૨૦૨ કરોડનો હોવાની શકયતા છે. બીજી બાજુ સોહમ ગૃપે વૈષ્ણોદેવી સર્કલ અને નિરમા યુનિવર્સિટી વચ્ચે જમીનનો ટુકડો ખરીદ્યો છે. તેમણે એસ.જી હાઈવે પરની આ જમીન રિયલ એસ્ટેટ ક્ષેત્રના અન્ય ખેલાડી વિનસ ગૃપ પાસેથી અંદાજે ૧ લાખ પ્રતિ સ્કવેર યાર્ડના ભાવે ખરીદી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આ સોદો અંદાજે રૂ. ૧૧૫ કરોડનો છે. જો કે કોઈપણ પાર્ટીએ ડીલ કેટલામાં થઈ છે તે અંગે મગનું નામ મરી પાડ્યું નથી.

સોહમ ગૃપ આ જમીનના ટુકડા પર ૧૦ લાખ સ્કવેર ફીટમાં બંધાયેલુ ૨૦ માળનું કોમર્શિયલ અને આઙ્ખફિસ બિલ્ડિંગ બનાવવા ઈચ્છે છે. જમીનનો આ ટુકડો ઝાયડસ ગૃપનું કોર્પોરેટ હેડકવાર્ટર બની રહ્યું છે તેની નજીક જ આવેલો છે. અન્ય એક કંપની સિન્ટેકસ ઈન્ડસ્ટ્રીઝ પણ વૈષ્ણવ દેવી સર્કલ નજીક પોતાનું બિલ્ડિંગ બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઙ્કઆ વિસ્તાર આઈ.ટી ક્ષેત્રની અગ્રણી કંપની તથા અન્ય ઉદ્યોગોને આકર્ષે તેવી શકયતા છે. આ વિસ્તારમાં અગાઉથી જ કેટલાંક મોટા કોર્પોરેટ હાઉસ બની ચૂકયા છે. આ વિસ્તાર કોમર્શિયલ અને ઓફિસ સ્પેસ તરીકે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે.ઙ્ખ

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા એચ.એન સફલ, ગાલા ગૃપ અને ગોયલ ગૃપે ગોતા ફ્લાયઓવર પાસે તેમના કોમર્શિયલ અને રિટેલ એમ બંને વપરાશ માટે ૪૨,૦૦૦ સ્કવેર યાર્ડની જમીન ખરીદી હતી. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા થોડા સમયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે દ્યણા મોટા સોદા પડ્યા છે. ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદમાં ૨૦ જેટલી જમીનની ખરીદ-વેચની ડીલ થઈ છે.(૨૨.૧૪)

 

(12:52 pm IST)