ગુજરાત
News of Friday, 14th September 2018

જાંબુસરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ :સાત લોકો ઘાયલ ;ચાર ગંભીર

 

જંબુસરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ છે. રૂપિયાની લેતી દેતીમાં હિંસક અથડામણ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

  જાણવા મળ્યા મુજબ જંબુસરમાં નાણાંની લેતી દેતી બાબતે બે જૂથ સામ સામે આવી ગયા હતા. વાત વધુ વણસતા મામલો હિંસક બન્યો હતો. જેમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. જેમાં થી લોકોને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. જંબુસરના ઢોળકૂવા વિસ્તારની ઘટના છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે,

(12:24 am IST)