ગુજરાત
News of Friday, 14th September 2018

ભરૂચઃ યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી :પોલીસે પુતળું છીનવી લીધું

 

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે યુથ કોંગ્રેસનાં કાર્યકરો નાણામંત્રી અરૂણ જેટલીનાં પુતળાનું દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકરો પાસેથી પુતળું છીનવી લીધું હતું. તો બાદમાં પોલીસ અને યુથ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં કાર્યકરો રેલવે સ્ટેશન તરફ વિરોધ પ્રદર્સન કરવા દોડી ગયા હતા.

(12:23 am IST)