ગુજરાત
News of Friday, 14th September 2018

વિજય માલ્યા સાથેની કથિત મુલાકાત મુદ્દે વડોદરામાં જેટલીના પૂતળાંદહન

યુથ કોંગ્રેસ દ્વારા અરુણ જેટલીના રાજીનામાની માંગ :સરકાર વિરુદ્ધ સુત્રોચાર

 

વડોદરા ;ભગેડુ વિજય માલ્યાની અરુણ જેટલી સાથે કથિત મુલાકાત મુદ્દે વડોદરા યુથ કોંગ્રેસે જેટલીના રાજીનામાંની માંગ સાથે પુતળાદહન કર્યુ હતું. તેમજ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

 પોલીસે પહેલા તમામ ઘટના મુકપ્રેક્ષક બનીને નિહાળી હતી. જો કે કોઇએ ધ્યાન દોર્યા બાદ પૂતળાને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાના રેસકોર્ટ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળાદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

(12:18 am IST)