News of Friday, 14th September 2018
મેં કિશોરીઓને પટ્ટા કે ચાબુકથી નહોતી મારી, રાજપથના સસ્પેન્ડ સ્વિમિંગ કોચનો બચાવ
અમદાવાદ :રાજપથ ક્લબના સ્વિમિંગ પૂલમાં કોચે બે કિશોરીઓને પટ્ટાથી માર માર્યોનો બનાવ સામે આવ્યો છે. સજાના ભાગરૂપે કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ અંગે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે
દરમિયાન જાણવા મળ્યા મુજબ કોચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજપથના સ્વીમિંગ કોચ હાર્દિકે કહ્યું કે તે ચાબુક કે પટ્ટાથી કિશોરીઓને ફટકારી રહ્યો ન હતો.
(10:38 pm IST)