ગુજરાત
News of Friday, 14th September 2018

YouTube એકાઉન્ટ હેક કરવાના આરોપમાં ગુજરાતી ફિલ્મ કલાકાર રોહિત કળથીયાની અટકાયત

 

અમદાવાદ :સાયબર ક્રાઇમે આગામી ગુજરાતી ફિલ્મ ' ગેસ્ટ હાઉસ'ના કલાકાર રોહિત કળથીયાની અટક કરી છે. કલાકાર સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે.

 આરોપી કલાકાર પર યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 800 ડોલર (56000)નીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. મામલે સાયબર ક્રાઇમે કલાકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:18 pm IST)