ગુજરાત
News of Friday, 14th September 2018

ચકલાસી પોલીસે જાદવપુરામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 9 શકુનિઓને 20 હજારની રોકડ સાથે ઝડપ્યા

ચકલાસી:પોલીસે જાદવપુરામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડીને હારજીતનો જુગાર રમતા નવ ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો તેમજ રોકડા રૂા. ૨૦૨૧૦ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 
ચકલાસી પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે ચકલાસીના જાદવપુરામાં મહેશભાઈ ગોરધનભાઈ જાદવના ઘર આગળ ચાર્જેબલ બેટરીના લાઈટના અજવાળે કેટલાક લોકો જુગાર રમે છે. જેથી પોલીસે રાત્રે દરોડો પાડી જુગાર રમતા નજીરભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા, દિલીપભાઈ જશભાઈ સોની, ફરીદભાઈ અબ્દુલ રસીદ શેખ, સિકંદરખાન ઐયુબખાન પઠાણ, મનોજભાઈ જગદીશભાઈ દરજી, પિયુષભાઈ ઓમ પ્રકાશ પંડિત, ઈશ્વરભાઈ બાબુભાઈ ગોહિલ, ઉમેશભાઈ ઓઘવભાઈ કપુરીયા તથા ઈમરાન અસગરભાઈ કુરેશી (તમામ રે. નડિયાદ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી પત્તા પાના જુગાર રમવાના સાધનો, દાવ ઉપરથી રૂા. ૨૮૫૦ તથા અંગ જડતીમાં રૂા. ૧૭૩૬૦ મળી કુલ રૂા. ૨૦૨૧૦ રોકડ કબજે કર્યા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે જુગારધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(4:41 pm IST)