ગુજરાત
News of Friday, 14th September 2018

અમદાવાદની રાજપથ કલબમાં યુવતિઓને પટ્ટાથી ફટકારાઇ

સ્વીમીંગ કોચે મારમાર્યાનો વિડિયો વાઇરલ થયો

અમદાવાદ તા. ૧૪ : અમદાવાદની પ્રતિષ્ઠિત રાજપથ કલબ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીંના સ્વિમિંગ કોચે સ્વીમર છોકરીઓને માર મારતો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. સ્વિમિંગ શીખવા આવતી બે છોકરીઓને કોચે પટ્ટાથી માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે કલબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે. શહેરની ફાઈવ સ્ટાર કલબ ફરી વિવાદમાં આવી છે. રાજપથ કલબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે કલબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે. સ્વિમિંગ પૂલ પાસે કોચ કહે છે.

(3:37 pm IST)