News of Friday, 14th September 2018
સન ફાર્માને હાલોલ પ્લાન્ટથી આંખની દવા ઝેલ્પ્રોસ બનાવવા મંજૂરી મળી
અમદાવાદ :સન ફાર્માની સબ્સિડિયરી સન ફાર્મા એડવાન્સ રિસર્ચ દ્વારા ડેવલપ કરવામાં આવેલી આંખમાં હાઇપરટેન્શનને લગતી દવા ઝેલ્પ્રોસને યુએસએફડીએથી મંજૂરી મળી છે. અત્રે મહત્વની વાત એ છે કે આ મંજૂરી હાલોલ પ્લાન્ટથી જ મળી છે. હાલોલ પ્લાન્ટને યુએસએફડીએ દ્વારા મળેલી ક્લીન-ચિટ બાદ આ પહેલી સૌથી મોટી મંજૂરી છે. આ દવાનું ઉત્પાદન, માર્કેટિંગ અને રોયલ્ટી સન ફાર્મા અને એસપીએઆરસીને મળશે.
(1:15 pm IST)