ગુજરાત
News of Friday, 14th September 2018

વાપી કોર્ટ પરિસરમાંથી ત્રણ આરોપીઓ ડુંગરા પોલીસના જપ્તામાંથી ભાગ્યા :બે ઝડપાયા :એકની શોધખોળ

વલસાડમાં મોડી સાંજે વાપી કોર્ટ પરિસરમાંથી ત્રણ આરોપીઓ ડુંગરા પોલીસના જપ્તામાંથી ભાગ્યા હતા. જોકે તેમાંથી બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા. જ્યારે એક ફરાર થવામાં સફળ રહ્યો. તો ઝડપાયેલા બે આરોપીમાંથી એકને નૂતન નગર નજીક વીજ કરંટ લાગ્યો. જેને કારણે તેને હોસ્પિટલ ખસેડાયો છે. ફરાર થયેલા એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીને ઝડપવા પોલીસે નુતન નગરને કોર્ડન કર્યું હતું.

(1:14 pm IST)