ગુજરાત
News of Friday, 14th September 2018

સુરત રેલવે સ્ટેશને અંધાધૂંધ ફાયરિંગ :એબ જૂથ વચ્ચે અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ :યુવકના હાથમાં લાગી ગોળી

 

સુરત રેલવે સ્ટેશન પર ચાર રાઉન્ડ ફાયરિંગ  કરવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સ દ્વારા પ્લેટફોર્મ નંબર-1 પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરાતાં યુવકના હાથમાં ગોળી વાગી હતી. બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે

   વધુમાં જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્ત અને ફાયરિંગ કરનાર આર્મ્સ  એકટ હેઠળના ગુનામાં સંડોવાયેલા છે. શિબુ ટાઇગર દ્વાફ મોહહમદ યુસુફ ઇસરત પર ફાયરિંગ કરાયું હતું.

(10:28 pm IST)