ગુજરાત
News of Thursday, 15th August 2019

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની રાજ્યભરમાં ઉલ્લાસભેર ઉજવણી

બહેનોએ ભાઈના કાંડા ઉપર પ્રેમ, લાગણી અને આર્શીવાદ સાથે રાખડી બાંધી

 

અમદાવાદ : ભાઈ-બહેનના અમર અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની રાજયભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી  બહેનોએ પોતાના વ્હાલસોયા અને લાડકા ભાઇઓને રાખડી બાંધી તે હંમેશા સુખી રહે તેવી પ્રાર્થના  કરી હતી  ભાઇઓએ પણ પોતાની બહેન પર કયારેય દુઃખનો ઓછાયો પડે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી તેને યથાશકિત ભેટ-સોગાદ અર્પણ કરી હતી

    ગુજરાતભરમાં રક્ષાબંધનના અને સ્વતંત્ર પર્વના કારણે ઉત્સાહનો માહોલ છવાયો હતો. રક્ષાબંધનમાં બહેનો માટે ભાઇના ઘેર મનગમતી રસોઇ અને જમણનું પણ ખાસ આયોજન થયુ હતું  કેટલાક ભાઇઓ તેમની બહેન અને પરિવાર સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં મિજબાની માણવાના પણ આયોજન કર્યા હતા . સવારથી શુભમૂર્હુતમાં બહેનોએ ભાઈના કાંડા ઉપર પ્રેમ, લાગણી અને આર્શીવાદ સાથે રાખડી એટલે કે રક્ષાપોટલી બાંધી તેના રક્ષણની મંગલકામના કરી છે.

દેશભરમાં ઉજવવાની અલગ રીત અને જુદા નામ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે. પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર નિમિતે આજે બ્રાહ્મણોએ પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞોપવિત કરી શુભમૂર્હુતમાં જનોઇ બદલી નવી જનોઇ ધારણ કરવાના પ્રસંગો પણ ઠેર-ઠેર ગોઠવાયા હતા .

(12:23 am IST)