News of Thursday, 15th August 2019
મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકોનાં કરૂણમોત
મુન્દ્રા-અંજાર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ મુન્દ્રા-અંજાર હાઇવેનાં વવાર પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમા 2 યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જયારે એક યુવકને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને મુન્દ્રાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાનાં પગલે મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.
(10:07 pm IST)