ગુજરાત
News of Thursday, 15th August 2019

આવતા ૩૬ થી ૪૮ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે : મોરબી પંથકમાં પણ ભારે વરસાદની આગાહી

સાબરકાંઠા-અરવલ્લીમાં અતિ ભારે વરસાદ પડશે : મહેસાણા - સુરેન્દ્રનગર માટે પણ આગાહી : આજે અનેક સ્થળે વરસાદ

રાજકોટ : સૌરાષ્ટ્ર - ઉ.ગુજરાત સહિત આજે કેટલેક સ્થળે મધ્યમથી જોરદાર વરસાદ પડેલ છે ત્યારે હવામાન ખાતાએ આવતા ૩૬ થી ૪૮ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જયારે બનાસકાંઠા - દાહોદ - પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

આ ઉપરાંત મહેસાણા - મહિસાગર - સુરેન્દ્રનગર પંથકમાં હળવા- મધ્યમ વરસાદની આગાહી કરી છે.

જયારે આ સમયમાં મોરબીમાં ભારે વરસાદ પડશે તેમ આગાહી થઈ છે.

(6:49 pm IST)