ગુજરાત
News of Thursday, 15th August 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુદા જુદા 8 સ્થળેથી પોલીસે 9 શકુનિઓને 1.92 લાખના મુદામાલ સાથે દબોચ્યા

 ખેડા:જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં ચાલતાં કુલ ૮ જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૫૨ જુગારીઓને પત્તાપાનાનો જુગાર રમતાં ઝડપી પાડ્યાં હતાં. આ દરોડામાં પોલીસે કુલ ૧.૯૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં ફતેપુરા રોડ પર અમરાના ચોતરા પાસે કેટલાક નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૧૨ જુગારીઓને સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. જેમાં શાંતિલાલ ઉર્ફે મનુ જશભાઈ તળપદા, ઘનશ્યામભાઈ કનુભાઈ પરમાર, રવિ નટુભાઈ મારવાડી, પરેશભાઈ લલીતભાઈ ધોબી, સંજયભાઈ મુળજીભાઈ ઠાકોર, સંજયભાઈ અરવિંદભાઈ તળપદા, મયુર ઉર્ફે લાલો દિલિપભાઈ જયસ્વાલ, હસમુખ ખોડાભાઈ સોઢા, સંજયભાઈ અશોકભાઈ ઠાકોર, હર્ષદભાઈ સુરેશભાઈ તળપદા, સુનિલભાઈ મહેશભાઈ ઠાકોર અને દિપકભાઈ હસમુખભાઈ રાવળનો સમાવેશ થાય છે. તેઓની અંગજડતી તેમજ દાવ પરથી રૂ.૨૬,૪૩૦ રોકડા મળી આવ્યાં હતાં. તેમજ રૂ.૨૮,૫૦૦ ના આઠ નંગ મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. આમ પોલીસે મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૫૪,૯૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

(4:18 pm IST)