ગુજરાત
News of Thursday, 15th August 2019

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સેલ્ફી લેવી યુવાનને ભારે પડી: ધોધ પરથી પગ લપસી જતા 35 વર્ષીય શખ્સને ગંભીર ઇજા

અરવલ્લી:જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ ધરતી માતાના મંદિર નજીક પહાડની ટોચે થી વહેતા પાણી થી સર્જાતો ધોધ  જોવા મોટીસંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહયા છે.પરંતુ આ સુનસરના ધોધે સેલ્ફી ખેંચવા ઉંચે ચડેલો એક યુવક  પગ લપસી જતાં નીચે પટકાયો હતો.અને ઘવાયેલ આ શખ્શને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જિલ્લામાં મોડે મોડે થયેલી મેઘ મહેરથી ચારેકોર વનરાજી ખીલી ઉઠી છે.લીલીછમ હરીયાળીથી મલકી ઉઠેલા ભિલોડા પંથકમાં આવેલ સુનસર નો ધોધ હજારો સહેલાણીઓની મુલાકાત થી ચર્ચા સ્થાને રહયો છે.ધરતી માતા ના મંદિર નજીક ડુંગરાળ ની ટોચે આવેલ તળાવ ના વહેતા પાણી 500 ફુટ એટલે કે આશરે પાંચ માળની બીલ્ડીંગની ઉંચાઈ એથી ધરતી ની ગોદમાં પડતાં સર્જાયેલા આ ધોધને જોવા પણ એક લ્હાવો ગણાય છે.

(4:17 pm IST)