ગુજરાત
News of Thursday, 15th August 2019

ગાંધીનગર જિલ્લામાં વાવોલમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 20 હજારની તસ્કરી કરી

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે વાવોલ ગામમાં આવેલી સંકલ્પ રોયલ સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ર૦ હજારની રોકડ અને રેલ્વે વિભાગનું ટેબ્લેટ ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા મકાન માલિકને આ ચોરીની ઘટના અંગે જાણ થતાં તેમણે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે.

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક વાવોલ ગામમાં સંકલ્પ રોયલ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા અને રેલ્વે વિભાગમાં ડેપ્યુટી ચીફ ટીકીટ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં દર્શનભાઈ પ્રજાપતિ ગત ગુરૂવારે દીલ્હી ગયા હતા અને તા.૧૦ ઓગસ્ટના રોજ પરત ફર્યા હતા. 

(4:16 pm IST)