ગુજરાત
News of Thursday, 15th August 2019

ગાંધીનગર જિલ્લામાં પોલીસે બાતમીના આધારે બુટલેગરો પાસેથી વિદેશી દારૂનો 80 હજારનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે શહેર નજીક ધોળાકુવા ગામમાં લીસ્ટેડ બુટલેગરના ઘરે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીેસે ૩૩૧ નાની અને ૩૬ મોટી બોટલો મળી કુલ ૮૦૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પરપ્રાંતમાંથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં હાલ દારૂની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. 

(4:16 pm IST)