ગુજરાત
News of Thursday, 15th August 2019

સુરતમાં સાસરે જતી પુત્રીને સ્ટેશને મુકવા જવું પિતાને ભારે પડ્યું: બંધ ઘરમાંથી તસ્કરોએ 7.70 લાખની મતાની તફડંચી કરી

સુરત: અઠવાલાઇન્સ ન્યુ કોર્ટ બિલ્ડીંગ નજીક કેબલ સ્ટેઇડ બ્રિજના નાકા પર પાંચ પાંડવ બંગલાની ગલીમાં આવેલા રિવર રેસીડન્સીના ફલેટ નંબર 401 માં રહેતા વ્યાપારી કિશોરકુમાર વિનયચંદ્ર શાહને ત્યાં વ્હેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. કિશોરભાઇ સાસરે જઇ રહેલી પુત્રી માનસીને મુકવા રેલવે સ્ટેશન ગયા હતા અને પુત્ર કેવલ ઘરમાં સુતેલો હતો ત્યારે તસ્કરોએ ફલેટના મુખ્ય દરવાજાની લાકડાની ગ્રીલ તોડી અંદર પ્રવેશી બેડરૃમના દરવાજાનો નકુચો તોડી અંદર  ડ્રોઅરમાંથી રોકડા 3.53 લાખહીરા જડીત સોનાના 24 તોલાના દાગીના 2.47 લાખની મત્તાનાપચાસ ગ્રામની સોનાની બે લગડી 1.70 લાખની મળી કુલ 7.70 લાખની મત્તા ચોરીને રવાના થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા દોડી આવેલી ઉમરા પોલીસે હાથ ધરેલી તપાસમાં રેસીડન્સીના સીસીટીવીમાં ત્રણ અજાણ્યા યુવાનો ચોરી કરી હોવાનું સ્પષ્ટ થતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ચોરીના બીજા બનાવમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત તાપી નગર સોસાયટીમાં રહેતા યશપાલસિંગ ગણપતસિંગ રાજપુતની ઉત્રાણ ખાતે મંગલમ રેસીડન્સીમાં આવેલી શિવ ગણગોર ફૈશન નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનના શટરને વચ્ચેના ભાગેથી ઉંચુ કરી અંદર પ્રવેશી જીન્સના પેન્ટશર્ટટી-શર્ટકાંડા ઘડિયાળ,બેગચશ્મા અને રોકડ મત્તા મળી રૃા. 94 હજારથી વધુની મત્તા ચોરી ગયા હતા. બનાવ અંગે યશપાલસિંગે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(4:15 pm IST)