સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરોને ઇજા પહોંચાડી લૂંટ ચલાવનાર ચાલક તેમના સાથીદાર સાથે રફુચક્કર
સુરત:ઓટો રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી રોકડ અને કિંમતી વસ્તુઓની તફડંચી કરતા ગઠિયાઓ પણ બેખૌફ બન્યા છે અને ગોડાદરાના યુવાન પર ચાલુ રીક્ષાએ ચપ્પુ વડે ઇજા પહોંચાડી રોકડ મત્તા લુંટી ફેંકી દીધો હતો.ગોડાદરા આસપાસ વિસ્તારની રઘુવીરધામ સોસાયટીમાં રહેતો ટેમ્પો ચાલક વિકાસ રાકેશભાઈ નાગર (ઉ.વ. 20) ગત રોજ બપોરના અરસામાં રીંગરોડ મિલેનીયમ માર્કેટથી ઓટો રીક્ષામાં બેસી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે રીક્ષા ચાલકની સાંઠગાંઠમાં સહમુસાફરના સ્વાંગમાં સવાર ગઠિયાઓએ રીક્ષામાં બેસવાની બાબતે ઝધડો કર્યો હતો. દરમ્યાનમાં લીંબાયત ઓમનગર નજીક રીક્ષા ઉભી રાખી ચાલકે વિકાસ પર ચપ્પુ વડે હુમલો કરી ખિસ્સામાંથી રોકડ મત્તા લુંટી રીક્ષા પુરઝડપે હંકારી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત વિકાસને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.