ગુજરાત
News of Thursday, 15th August 2019

વડોદરા: લાંચના કેસમાં પક્ડાયેલ પીએસઆઇના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરાતા:ચિટિંગ કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નહીં લેવા તેમજ માર નહી મારવા માટે ૩૫ હજાર રૃપિયાની લાંચલેતા પકડાયેલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગાડીની છેતરપિંડી અંગેના ગુનામાં પોલીસે આરોપી તરીકે પકડાયેલા આરોપીના રિમાન્ડ નહી લેવા તેમજ માર નહી મારવા માટે ૩૫ હજાર રૃપિયાની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અમિતકુમાર રમેશચંદ્ર છોડાવા (રહે. રવિ ટેનામેન્ટ ચેનપુર રોડ રાણીપ અમદાવાદ) પોલીસ સ્ટેસનના કંપાઉન્ડમાં જ પકડાઇ ગયા હતાં. એ.સી.બી. દ્વારા પીએસઆઇની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં.

(4:09 pm IST)