ગુજરાત
News of Thursday, 15th August 2019

વડોદરામાં ચૂંટણી દરમ્યાન બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો બિચક્યો

 વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના બેૈ  ગુ્રપ વચ્ચે પ્રચાર બાબતે ઝઘડો થયો હતો.  જોકે, પોલીસ સ્થળ પર હાજર હોય  જરૃરી બળ વાપરી વિદ્યાર્થીઓના બંને ગુ્રપને વિખેરી નાખ્યા હતા.

આજરોજ યોજાયેલી એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં  વિદ્યાર્થીઓના અલગ અલગ ગુ્રપ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હતો. ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસ દ્વારા સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોટવી દેવામાં આવ્યો હતો. આજે બપોરે એક વાગ્યાના અરસામાં ટેકનોલોજી ફેકલ્ટીમાં  એ.બી.વી.પી. અને વી.વી.એસ. ગુ્રપના વિદ્યાર્થીઓ વચ્ચે ચૂંટણી પ્રચાર બાબતે ઘર્ષણ થયુ હતુ. બંને ગુ્રપના વિદ્યાર્થીઓ સામસામે આવી જતાં ધક્કા મુકી અને ઝપાઝપી શરૃ થઈ હતી. પરંતુ, રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે હાજર હોય બંને ગુ્રપના વિદ્યાર્થીઓને જરૃરી બળ વાપરી વિખેરી નાક્યા હતા. જો કે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી અને પોલીસે કોઈ વિદ્યાર્થીઓને ડિટેઈન કર્યા પણ નથી.

(4:06 pm IST)