ગુજરાત
News of Thursday, 15th August 2019

બહેનોને AMTSની રક્ષાબંધનની ભેટ, અમદાવાદમાં 10 રૂ.આખો દિવસ મુસાફરી કરો

અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે અમદાવાદ શહેરમાં વ્હલાસોયા ભાઈઓને રાખડી બાંધવા માટે જવા માંગતી બહેનો અડધાભાડે AMTSમાં આખો દિવસ મુસાફરી કરી શકશે. અમદાવાદ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે AMTS દ્વારા બહેનો માટે ખાસ અડધા ભાડામાં આખો દિવસ મુસાફરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો માત્ર રૂ. 10માં આખો દિવસ મુસાફરી કરી શકશે. જ્યારે બાળકો માત્ર રૂ. 5માં આખો દિવસ મુસાફરી કરી શકશે.
 

ST નિગમ વધારાની 1100 બસ દોડાવશે
ST નિગમ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં તહેવારો દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજટોક, ભાવનગર સહિતના મોટા બસ સ્ટેન્ડથી જરૂરિયાત મુજબ વધારાની બસોનું સંચાલન કરવાની સાથે પેસેન્જરોનો વધુ ધસારો થાય તે માટે ટિકિટ બારીઓ સતત ખુલ્લી રખાશે.

ST નિગમ દ્વારા રાજ્યમાં વધારાની 1100 બસ દોડાવાશે. મોટા સેન્ટરો પર 24 કલાક ટિકિટ બારીઓ ખુલી રખાશે.ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં ST નિગમે 1 હજાર ટ્રિપ વધારાની દોડાવીને 4 લાખ કિમીનં એકસ્ટ્રા સંચાલન કરી વધારાની દોઢ કરોડની આવક મેળવી હતી.

(12:32 pm IST)