ગુજરાત
News of Thursday, 15th August 2019

લાંચ લેવા માટે હવે નવા કોડવર્ડ: પડીકા, કિલોગ્રામ, ફાઈલો જેવા કોડવર્ડનો ઉપયોગ

અમદાવાદ: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ટ્રેપ પર ટ્રેપ કરી રહી છે. પણ લાંચિયા બાબુઓ લાંચ લેતા અટકતા નથી. ત્યારે લાંચિયા બાબુઓએ લાંચ લેવાની નવી પદ્ધતિઓ અને લાંચ માટે અવનવા કોર્ડવર્ડ નો અપનાવ્યા છે.
એક તરફ સરકાર સરકારી તંત્ર માંથી ભ્રસ્ટાચાર દૂર કરવા માટે એડીચોંટી નું જોર લગાડી રહી છે. ત્યારે ખુદ સરકારી બાબુ સરકાર સામે પડી પ્રજા પાસેથી કામ કરવા માટે લાંચ ની માંગણી કરી રહી છે. ACB અનેક બાબુઓ ને લાંચ લેતા ઝડપી પડયા છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાબુઓ હવે લાંચ લેવાની પદ્ધતિઓ પણ બદલી છે.
લાંચ માટે જવે સરકારી બાબુઓના નવા પેંતરા જોવા મળી રહ્યા છે. લાંચ લેવા માટે નવી પદ્ધતિઓ અપનાવાઇ રહી છે. જાણીને નવાઈ લાગશે કે લાંચ લેવા માટે હવે બાબુઓ અવનવા કોર્ડવર્ડ નો ઉપયોગ કરે છે. લાંચમાં માત્ર પૈસા નહી પણ મોંઘી ચીજ વસ્તુ , કાર , મોબાઈલ સહીત ની માંગણી કરવામાં આવી રહી છે. અમુક લાંચિયા બાબુઓ તો વિદેશમાં ફેમેલી ટ્રીપ પણ માંગે છે. સાથે સાથે પત્ની અને પરિવાર માટે જવેલર્સ ની માંગ પણ થતી હોવાનું એસીબીની અનેક તપાસમાં સામે આવ્યું છે.

(12:30 pm IST)