ગુજરાત
News of Thursday, 15th August 2019

સુરતમાં વીમા માટે લોભામણી સ્કીમની લાલચ આપી 44 લાખથી વધુની છેતરપીંડી :સાસરિયામાં સંતાયેલ આરોપીને દબોચી લીધો

ખોટુ નામ ધારણ કરી અલગ અલગ વીમા કંપનીની પોલીસી શિક્ષક સહિત 35 જણાને લેવડાવી હતી

સુરત પોલીસે વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી આરોપીને દબોચી લીધો છે આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે.
  પોલીસ પકડમાં આવેલા ઉમેદસીંગ લક્ષ્મણસીંગ બીસ્ટ છે. જેને વેસુના નિવૃત શિક્ષક સહિત 35 જણાને સર્વ શિક્ષા અભિયાનના ટેક્ષ, એનઓસી, પેન્શન યોજના અને અન્ય પોલીસીની નામે ફોન પર ઠગ ટોળકીએ લોભામણી સ્કીમો આપીને 49 લાખની ઠગાઈ કરી હતી. જોકે પોલીસને આરોપી તેના સાસરીમાં સંતાયેલ હોવાની વિગત મળતા દબોચી લીધો છે.
  આરોપી વિરાજ કોઠારીનું ખોટુ નામ ધારણ કરી અલગ અલગ વીમા કંપનીની પોલીસી શિક્ષક સહિત 35 જણાને લેવડાવી હતી અગાઉ તે વીમા કંપનીમાં કામ કરતો હોવાથી વીમાની તમામ ગતિવિધિઓથી વાફેક હતો. 49 લાખની ચીટીંગ કર્યા પછી તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી સાયબર ક્રાઇમે તેને પકડવું મુશ્કેલ હતું. જો કે સાયબર ક્રાઇમની મોબાઇલ સર્વલન્સ સ્ટાફે જુના ડેટા કાઢીને તેના આધારે તપાસ કરી ઉત્તરાખંડમાં અઠવાડિયા સુધી રોકાયને આખરે ચીટરને ઉતરાખંડમાં કફોલ ગામે તેની સાસરીમાં પકડી પાડયો હતો

(10:02 pm IST)