ગુજરાત
News of Thursday, 15th August 2019

સુરતમાં માંડવી પંથકમાં પાણી જૂથ યોજનાની આખી પાઇપ લાઇન તૂટીને પૂરના પાણીમાં તણાઈ ; અનેક ગામોને અસર

કચ્છીયા બોરી ગામેથી કાકરાપાર પાણી જૂથ યોજના લાઈનની મરામત કરવી જરૂરી

સુરત જિલ્લામાં પૂર બાદ આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પાણી માટે જીવા દોરી સમાન કાકરાપાર પાણી જૂથ યોજના લાઈનો પાણીના પ્રવાહમાં તૂટી જતા પાણીનો પ્રવાહ અટકી જતા ઘણા ગામોને અસર થઈ રહી છે.જોકે  તંત્ર દ્વારા હજુ પણ મરામત માટે ઠોસ કાર્યવાહી જોવા મળી નથી
    સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના કચ્છીયા બોરી ગામમાં પૂરની માઠી અસર જોવા મળી હતી.કચ્છીયા બોરી ગામેથી કાકરાપાર પાણી જૂથ યોજના લાઈનો નાખી શરૂ કરાઇ હતી. જોકે થોડા દિવસો પહેલા ભારે વરસાદ અને સ્થાનિક વરેહ નદીમાં પૂર આવતા આખી લાઈન તૂટી અને પાણીમાં તણાઈ ગઈ હતી.જોકે આ યોજનાના શરૂઆતના તબક્કાથી જ વિવાદનો પર્યાય બન્યું હતું. કારણ કે 55 થી 60 જેટલા ગામો નિર્ભર હોવા છતાં ઘણા ગામોમાં લઇ હજુ પોહચી નથી. અને એ બાબતે સ્થાનિક કક્ષાથી વિધાનસભા સુધી મુદ્દો ગરમાયો પણ હતો.
   વરેહ નદીમાં પૂર અને આમલી ડેમનું પણ પાણી ફરી વળતા લાઈનો તૂટી છે, યોજના આખી ધોવાઈ ગયેલી છે. ગંભીર ઘટના હોવા છતાં કચેરીમાં બેસી સ્થાનિક અધિકારીઓ સબ સલામતની વાતો કરી રહ્યા છે. તેમજ કામ ચલાવ પાઇપો નાખી યોજના શરૂ હોવાનું રટણ કરી રહ્યા છે.
    અનેક વાર રજૂઆતો અને ચેતવણી પણ અપાઈ હતી. કે પાણી ન વધારે પ્રવાહથી લાઈનને નુકસાન થશે. પરંતુ બાદમાં ઠોસ કાર્યવાહી થઈના હતી અને આખરે બન્યું પણ એવુંજ કે આદિવાસી વિસ્તારમાં જીવાદોરી સમાન પીવાના પાણીની યોજના ખેડાન મેદાન થઈ હાલ પાણીમાં તણાઈ ગઈ છે. અગાઉ પણ પ્રથમ ટેસ્ટિંગ માજ લાઈન ફેલ થઈ હતી. પાણી જૂથ યોજના હાઈ લેવલની કરાય અથવા અંદર ગ્રાઉન્ડ બનાવાયતો ભવિષ્યમાં પણ આવી હોનારત અને નુકસાની અટકી શકે એમ છે

(9:20 am IST)