ગુજરાત
News of Wednesday, 15th July 2020

અમદાવાદના દાણીલીમડા બસ સ્ટેન્ડ પર મળેલ મૃતદેહ અંગે માનવ અધિકાર પંચ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ

કોરોના વાઈરસ પોઝિટિવ એક વ્યક્તિનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેર વચ્ચે 15 મેનાં રોજ અમદાવાદનાં દાણીલિમડા બસ સ્ટેન્ડ પાસેથી કોરોના વાઈરસ પોઝિટિવ એક વ્યક્તિનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે માનવ અધિકાર પંચે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ મોકલી એક્સન ટેકન રિપોર્ટ 4 સપ્તાહમાં મોકલવા આદેશ કર્યો છે.

  આ કેસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તપાસનાં આદેશ આપ્યાં હતાં. ત્યારે આ મામલે માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ યુ પરમારએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનાં અધ્યક્ષ એચ.એલ દત્તુ ( સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ )ને પત્ર લખીને માનવ અધિકારોનું ઉલ્લંઘન થતુ હોય તો તુરંત કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. તેના અનુસંધાનમાં માનવ અધિકાર પંચે આ નોટિસ મોકલી છે.

કાંતિલાલ પરમારે અરજી કરીને પત્રમાં જણાવ્યું કે, “કોવિડ 19ને કારણે થોડાં સમય પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગણપતભાઇ મકવાણા નામનાં એક કોરોના દર્દીની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલે કોઇ પણ નોચિસ વિના રજા આપી દીધી હતી અને AMC બસ સ્ટેન્ડ પર મૂકી ગયા હતા. પરંતુ તે ત્યાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનાં મોત પાછળ કોણ જવાબદાર છે? જો તેમની હાલત ગંભીર હતી તેમને કેમ ડિસ્ચાર્જ કરી દેવાયા? શું પરિવારનાં કોઇ પણ સભ્યને તેમને ડિસ્ચાર્જ કર્યા અંગે તેમના પરિવારને કેમ જાણ ન કરાઇ? તેમને બસ સ્ટેન્ડ પર કેમ છોડી દેવાયા? ગણપત ભાઇના મોતનું કારણ શું હતું તે અંગે ઘણાં બધાં સવાલો ઉઠી રહ્યાં છે. આખરે તેમનાં મોત પાછળ કોણ દોષી છે?”

કાંતિલાલ પરમારે જણાવ્યું કે “હું એનએચઆરસીને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરુ છું કે આ મામલાની તપાસ કરવામાં આવે. અનુસુચિત જાતિના શખસના મોતમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની સાથે જરૂરી પગલાં લેવામાં આવે. આ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી અને તેમને બચાવવામાં નિષ્ફળતા અંગે હોસ્પિટલ જવાબદાર છે

(11:09 pm IST)