ગુજરાત
News of Wednesday, 15th July 2020

રાજપીપળા શહેરમાં લોકડાઉનમાં પણ વીજ કંપની દ્વારા ચાર મહિને વીજ બિલો મોકલતાં ગ્રાહકોના માથે બોજો

નિયમોનુસાર દર મહિને વીજ બિલો ફાડવાના હોય પરંતુ વર્ષોથી અઢી મહિને જ બિલો આપતા યુનિટીનું ભારણ વધતા તગડા બિલો ફટકરાય છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વીજ કંપની દ્વારા અનેક તકલીફો બાબતે વારંવાર અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ ઉપર બેઠેલા અધિકારીઓ દ્વારા કોઈજ પગલાં ન લેવાતા હાલ રાજપીપળા વીજ કંપનીનો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો છે. ત્યારે વર્ષોથી દર મહિનેની જગ્યાએ બે અઢી મહિને ગ્રાહકોને વીજ બિલો આપી લૂંટતા વીજ કંપનીના અધિકારીઓ એ હાલ લોકડાઉનના કપરા સમયમાં હદ વટાવી હોય એમ ચાર મહિને બિલો મોકલ્યા હતા, ઉપરથી સરકારે જાહેરાત કરી એ મુજબ બિલોમાં સરકારી રાહત પણ મોટાભાગના ગ્રાહકોની અપાઈ નથી,કેમકે ચાર મહિને બિલો અપાતા ગ્રાહકોના યુનિટી ચાર ઘણા આવે જેના કારણે સરકારી રાહત મુજબ અમુક યુનિટની નીચેના બિલો માજ સરકારી રાહત મળે તેમ હોય ત્યારે ચાર મહિના બાદ મોટા ભાગના ગ્રાહકના યુનિટ ઓછા ન થાય એ પણ સ્વાભાવિક છે.આમ ગ્રાહકોને છેતરી વીજ બીલના વીજ કંપનીના અધિકારીઓ લોક ડાઉનમાં પણ ગ્રાહકોને લૂંટી રહ્યા હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

(11:07 pm IST)