ગુજરાત
News of Wednesday, 15th July 2020

રાજપીપળા બહુચરાજી મંદિર સામે મકાનના ટેકા પર અટકેલું વૃક્ષ સંપૂર્ણ હટાવવું જરૂરી પાલીકા દ્વારા અધુરી થઇ કામગીરી

વરસાદમાં મૂળિયા સાથે તૂટી પડેલું પીપળા નું તોતિંગ વૃક્ષ હાલ લોકો માટે જોખમરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાનો વહીવટ દિવસે દિવસે બગડી રહ્યો હોય તેમ હાલ રાજપીપળા બહુચરાજી મંદિર સામે ઘણા દિવસો થી પડેલું પીપળાનું તોતિંગ વૃક્ષ જોખમી હાલત માં પડી રહું હોય તેનું કામ પાલિકા દ્વારા અધૂરું મૂકી દેવાતા લોકોના માથે જોખમ મંડરાઇ રહ્યું છે.

  રાજપીપળા શહેરમાં આવેલું જાણીતા બહુચરાજી મંદિર સામે થોડા દિવસ પહેલા વરસાદના કારણે વર્ષો જૂનું પીપળાનું તોતિંગ વૃક્ષ અચાનક મૂળિયા સાથે ઉખડી પડી ગયું હતું સદનસીબે સામેના મકાનની દીવાલ પર ટકી રહેલું આ વૃક્ષ કોઈની ઉપરના પડ્યું નહિ,,ત્યારબાદ પાલીકા દ્વારા તેને હટાવવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ થોડી કામગીરી બાદ પાલીકા ટીમે આ વૃક્ષ ને જૈસેથે હાલત માં મૂકી દેતા હાલ વૃક્ષ નીચેના રસ્તા પરથી સ્થાનિકો આવન જાવન કરતા હોય જો વૃક્ષ સામેની દીવાલ પરથી નીચે પડે તો નીચેથી પસાર થતા વ્યક્તિનો કચ્ચરઘાણ વળી જાય તેમ હોવા છતા કેટલાય દિવસથી આજ હાલત માં છોડી મુકાયું છે પાલીકા દ્વારા વૃક્ષ હટશે..?!! તેવો પ્રશ્ન મંદિર ના પૂંજારી સહિત સ્થાનિકો માં હાલ સંભળાઈ રહ્યો છે.

(11:05 pm IST)