ગુજરાત
News of Wednesday, 15th July 2020

અમદાવાદમાં ભરચક્ક વિસ્તારમાં જંગલી વનિયર જાતિનું પ્રાણી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો

જીવદયા સંસ્થાએ વન્યજીવ વનિયરને પકડી જંગલ ખાતાને જાણ કરી

 

અમદાવાદ: શહેરના દોશીવાળાની પોળમાં ગોપીનાથ મંદિર પાસે જીવદયા સંસ્થાના ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના કાર્યકરોએ સાવચેતી પૂર્વક કોઈપણ જાતની હાનિ નાં પહોંચે તે રીતે વન્યજીવ વનિયરને પકડી જંગલ ખાતાને જાણ કરી હતી. વન્યજીવ વનિયર એકાએક અકસ્માતે શહેરના ભરચક વિસ્તારમાં દેખા દેતા જોવા લોકોના ટોળે ટોળા ઉંમટી પડયા હતા.

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં સૌથી વધારે સાપ જોવા મળતા હોય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે બીજા અનેક પ્રાણીઓ પર જમીન પર આવી જતા હોય છે. ત્યારે અમદાવામાં શહેરમાં દેખાતા વન્યજીવ વનિયર દેખાતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. જેથી ગભરાયેલા લોકોએ તાત્કાલિક જંગલ ખાતાને વિશે માહિતી આપી હતી. જીવદયા સંસ્થાને જાગૃત નાગરિકનો કોલ મળતા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના કાર્યકરોએ તાબડતોડ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે વનિયરને ઝડપી બચાવી લીધું હતું. આવા પ્રકારનું પ્રાણી પહેલીવાર શહેરમાંથી ઝડપાતા વન્યપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

(10:40 pm IST)