ગુજરાત
News of Wednesday, 15th July 2020

અમદાવાદના સરસપુરમાં કોરોના અને કાયદાના ડર વગર બેન્ડ વાજા સાથે નીકળી અંતિમ યાત્રા

નાના બાળકો વધુ પ્રમાણમાં જોવાયા : વાયરલ થયેલા વીડીયો અંગે પોલીસ તપાસ શરૂ

અમદાવાદ: સરસપુર વિસ્તારમાં કોરોના અને કાયદાના ડર વગર મૃત વ્યક્તિના સ્વજનોએ બેન્ડ વાજા સાથે અંતિમયાત્રા કાઢી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેરવા સહિતના કાયદાનો ભંગ જોવા મળ્યો હતો. આ સ્મશાનયાત્રા સરસપુરમાં ક્યારે અને ક્યાંથી નીકળી તે હજુ સ્પષ્ટ નથી. વીડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  બેન્ડ વાજા સાથે નીકળેલી સ્મશાનયાત્રામા ખાસ કરીને નાના બાળકો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. મોટાભાગના લોકોને ચહેરા પર માસ્ક ન હતું. પોલીસે વાયરલ થયેલા વીડીયો અંગે ખરાઈ શરૂ કરી છે. આ વીડિયો સરસપુરનો છે કે અન્ય કોઈ વિસ્તાર નો તેમજ સ્મશાન યાત્રા ક્યારે નીકળી હતી. ચુસ્ત પોલીસ પેટ્રોલીંગ વચ્ચે આ પ્રકારની કોઈ સ્મશાન યાત્રા નીકળે અને પોલીસ કાર્યવાહી ના કરે તે માન્યામાં આવતું નથી. સ્મશાન યાત્રામાં રોહિત મ્યુઝિક બેન્ડ હોવાનું જોવા મળે છે.

 શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી.વાળાએ જણાવ્યું હતું કેમારા ધ્યાન પર સરસપુર વિસ્તારમાંથી બેન્ડ વાજા સાથે સ્મશાનયાત્રા નીકળી લખાણ વાળો વીડિયો આવ્યો છે. આ વીડિયોની અમે ખરાઈ કરી રહ્યા છે. સરસપુર વિસ્તારનો અને કોરોના મહામારી સમયનો જ આ વીડિયો હશે તો જવાબદારો સામે જે તે નિયમ ના ભંગ બદલ ગુનો દાખલ કરવાની અને દંડ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.

(9:09 pm IST)