ગુજરાત
News of Wednesday, 15th July 2020

માસ્ક વગર પોલીસ ૨૦૦, AMC પકડે તો ૫૦૦ દંડ

સરકાર-પોલીસ વિભાગ વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ : પોલીસ હજુ ૨૦૦નો દંડ લઈ રહી છે : ગૃહ વિભાગના આદેશ અનુસાર પોલીસ દંડ ઉઘરાવે છે : ડીસીપી વિજય

અમદાવાદ, તા. ૧૫ : અમદાવાદઃ સોમવારથી અમદાવાદમાં માસ્ક વિના પકડાયેલા લોકો પાસેથી ૫૦૦ :પિયા દંડ વસૂલવાનું શરુ કરાયું છે. જોકે, પોલીસને હજુ સુધી આ અંગે ગૃહ વિભાગ તરફથી કોઈ સૂચના ના મળતા પોલીસ ૨૦૦ રુપિયા જ દંડ ઉઘરાવી રહી છે. નવાઈની વાત એ છે કે જો માસ્ક પહેર્યા વિનાનો કોઈ વ્યક્તિ કોર્પોરેશનના સ્ટાફના હાથે ઝડપાય તો તેનો ૫૦૦ :પિયાનો મેમો ફાડવામાં આવે છે, જ્યારે પોલીસ કોઈને પકડે તો ૨૦૦ :પિયા જ દંડ થાય છે. દંડની રકમ વધ્યાના પહેલા જ દિવસે કોર્પોરેશને ૩૦૦ લોકો સામે કાર્યવાહી કરી કુલ ૧,૬૧,૫૦૦ :પિયાનો દંડ ઉઘરાવ્યો હતો. પોલીસ અને કોર્પોરેશન દ્વારા એક જ ગુના માટે લેવાતા દંડની રકમ જૂદી-જૂદી હોવા અંગે કંટ્રોલ :મના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે પોલીસ હજુ ૨૦૦ :પિયાનો જ દંડ લઈ રહી છે ગૃહ વિભાગના આદેશ અનુસાર પોલીસ દંડ ઉઘરાવે છે.

               આ મામલે જ્યારે પણ વધારાયેલી રકમ સાથે દંડ ઉઘરાવવાનું જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા બહાર પડાશે તે સાથે જ પોલીસ પણ ૫૦૦ :પિયા દંડ લેશે. માસ્ક ના પહેરવાની સાથે કોર્પોરેશને જાહેરમાં થૂંકવા બદલ પણ દંડની રકમ ૨૦૦થી વધારીને ૫૦૦ :પિયા કરી છે. એટલું જ નહીં, જો કોઈ પાનમસાલા ખાઈ ગલ્લા પાસે જ પિચકારી મારે તો ગલ્લાવાળા પાસેથી ૧૦,૦૦૦ :પિયા દંડ લેવાનું ફરમાન બહાર પડાયું છે. મંગળવારે કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લાવાળાઓ પાસેથી ૯૪,૯૦૦ જેટલો દંડ ઉઘરાવવાની સાથે ૧૩૧ ગલ્લા પણ સીલ કરી દીધા હતા. સૌથી વધુ ૩૮ દુકાનો પૂર્વ ઝોનમાં સીલ કરાઈ હતી. જ્યારે દક્ષિણમાં ૨૨, મધ્ય ઝોનમાં ૨૦, ઉત્તરમાં ૧૪, ઉત્તર-પશ્ચિમમાં ૧૪, દક્ષિણ-પૂર્વમાં ૧૧ અને પશ્ચિમ ઝોનમાં ૧૦ દુકાનો સીલ કરાઈ હતી.

(7:50 pm IST)