ગુજરાત
News of Wednesday, 15th July 2020

વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટિંગ યથાવત : ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં પાણી ભરાયા

વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ ખુલી હતી જેથી તંત્ર દોડતું થયુ હતું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ઉમરગામ માં 2 કલાક માં દોઢ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તાર માં ભરાયા પાણી હતા.ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં પાણી ભરાયા જેથી લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

 ગાંધીવાડી વિસ્તાર તેમજ પાવરહાઉસ વિસ્તારમાં પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકા દ્વારા પાણી કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(7:21 pm IST)