ગુજરાત
News of Wednesday, 15th July 2020

વલસાડના કચેરી રોડ ઉપર ટ્રાફિકની હારમાળા :તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી:,કોર્ટ પાસે વાહન પાર્કિગથી ટ્રાફિક જામની સમસ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે વલસાડ કચેરી રોડ પર વાહન પાર્કિગથી થતી ટ્રાફિક જામની સમસ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ઉડાડે છે વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ખૂબજ જરૂરી છે વલસાડના કચેરી રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની ગઈ છે જયારે કોર્ટ પાસે જ વાહનો રાફડો હોઇ એ કેટલું યોગ્ય કહેવાઈ ? જ્યાં ન્યાય માટે આવતા લોકો ટ્રાફિકથી પરેશાન થાય છે.વલસાડ સિટી પોલીસ કાર્યવાહી કરી આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

 

(7:18 pm IST)