ગુજરાત
News of Wednesday, 15th July 2020

ડેસર તાલુકાના છાલીયેર ગમે પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:અવારનવાર ઝઘડાથી કંટાળી પત્નીએ પતિ પર કુહાડીના ઘા જીકી મોતનેઘાટ ઉતારી દીધો

ડેસર:તાલુકાના છાલીયેર ગામે પતિ અને પત્ની વચ્ચે થતા અવારનવાર ઝઘડાથી કંટાળીને આખરે પત્નીએ કુહાડીના ઘા માથામાં ઝીંકીને ઊંઘી ગયેલા પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

છાલીયેર ગામે રાજેન્દ્ર સોલંકી પત્ની રમીલા અને બે સંતાનો સાથે રહેતો હતોં. પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતાં. આજે બપોરે રાજેન્દ્ર સોલંકી કામ પરથી ઘેર આવ્યો ત્યારે પત્ની રમીલા સાથે રોજની જેમ ઝઘડો કર્યો હતો અને હવે તને વેચી જ નાંખુ તેમ કહેતા બંને વચ્ચે ફરી બોલાચાલી થઇ હતી. ઝઘડા બાદ રાજેન્દ્ર ઘરના ઉપરના માળે જઇને ઊંઘી ગયો હતો.

દરમિયાન રોજે રોજના ઝઘડાથી કંટાળી ગયેલી રમીલા પણ રણચંડી બનીને ઉપરના માળે ગઇ હતી અને ઘરના ખૂણામાં પડેલી કુહાડી લઇને ઊંઘી ગયેલા પતિના માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકયા હતાં. આ બનાવને નાની પુત્રી ડિમ્પલે જોતા જ ચીસાચીસ કરી હતી જેથી નીચેના માળેથી રાજેન્દ્રનો ભાઇ પ્રતાપ અને તેની માતા હરખા ઉપરના માળે દોડી આવ્યા હતાં.

(5:19 pm IST)