ગુજરાત
News of Wednesday, 15th July 2020

વડોદરાના વારણામાં કોન્ટેબલ વતી લાંચ લેવા ગયેલ બુટલેગરની એસીબીના હાથે ધરપકડ

વડોદરા:કાશીપુરા સરાર ગામના બુટલેગર સામે કેસ કર્યા બાદ તેની પાસેથી લાંચની રકમ પડાવી છતા પણ વધુ રકમની માંગણી કરતા બુટલેગરે વરણામા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વતી લાંચ લેવા ગયેલા સરાર ગામના શખ્સને રૃા.૪ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાવ્યા હતાં જ્યારે કોન્સ્ટેબલની ધરપકડ બાકી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના કાશીપુરા સરાર ગામના બુટલેગર સામે ચાર મહિના પહેલા દેશી દારૃનો પોલીસ કેસ થયો હતો. તે સમયે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆરડી જવાન હિમાંશુ પ્રવિણચન્દ્ર પ્રજાપતિ (હાલ રહે.સોમનાથનગર સોસાયટી, તરસાલી, મુળ રહે.પ્રજાપતિ ફળિયું, જેઠોલી ગામ, બાલાશિનોર)એ રૃા.૪ હજાર લાંચ લઇને બુટલેગરને જામીન પર મૂક્ત કર્યો હતો અને ત્યાર બાદ વધુ હેરાન-પરેશાન નહી કરવા અને દારૃનો કેસ નહી કરવાનું જણાવી દર મહિને રૃા.૪ હજારની લાંચની માંગણી કરી હતી.

(5:19 pm IST)