ગુજરાત
News of Wednesday, 15th July 2020

કોવીડ-૧૯ની 'મહામારી'નો ભોગ બનતા પોલીસ તંત્રને કઇ રીતે ઉગારવું ? ઉચ્ચકક્ષાએ મનોમંથન

તામિલનાડુના ડીજીપી સહિત ટોચના અફસરોની વિડીયો કોન્ફરન્સ યોજાઇ : પોલીસ વોરીયર્સને બચાવવાનું નડીયાદ એસપી દિવ્ય મિશ્રાનું 'બચાવ મોડેલ' ઉચ્ચ કક્ષાએ સ્વીકૃત બન્યુ

રાજકોટ, તા., ૧૫: કોવીડ-૧૯ની વ્યાપક અસરો આઇપીએસની લઇ પોલીસ કોન્સ્ટેબલ સુધી વ્યાપક રીતે ગુજરાત સહીત દેશભરમાં ચિંતિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાઇ લેવલની વિડીયો કોન્ફરન્સ યોજાયેલ જેમાં તામિલનાડુના ડીજીપી સહીતનાં ટોચના અફસરોની ઉપસ્થિતિમાં નડીયાદના એસપી દિવ્ય મિશ્રા દ્વારા પોલીસ તંત્રની ઇમ્યુનીટી વધારવા માટે લેવાયેલા અસરકારક પગલાઓની માહીતી આપતા જણાવેલ કે ૧ માસના તાલિમ કોર્ષમાં દરરોજ ૧૦ મિનીટ પ્રાણાયામ, વિવિધ સાવધાની, ખોરાકનું સંતુલન તથા વડાપ્રધાનશ્રીના નિર્દેશ મુજબ દો ગજ દુરી અંગેનો ફેઝ-૧ અને ફેઝ-રનાં કાર્યક્રમની આપેલી વિસ્તૃત જાણકારી તથા તે માટે યોજાયેલી સ્પર્ધા અને 'વિનરો' બાબતે અપ-ટુ-ડેટ વિગતોથી સહુ પ્રભાવીત થયા હતા.

તામિલનાડુના ડીજીપી તથા દેશના ઉચ્ચ કક્ષાના આઇપીએસ અધિકારીઓ દ્વારા કોઇ પણ સંજોગોમાં પોલીસને આ મહામારીમાં લડવાનું હોવાથી પોલીસને સંપુર્ણ સજ્જ કરવા અભિયાન ચલાવવા સાથે લોકોને પણ આવી ગંભીર પરિસ્થિતિમાં જાતે સાવચેતી રાખી અને સાવધાન કરવા જરૂરી છે.

લોકો દ્વારા સ્વંય શિસ્તનું પાલન કરવામાં આવે તો પોલીસને પોતાની ફરજ બજાવવામાં અનુકુળતા રહે, પોલીસ અને પ્રજાના સંકલન પર તમામે વિશેષ ભાર મુકેલ.

નડીયાદ (ખેડા) પોલીસ દ્વારા વિવિધ પ્રોજેકટ અંતર્ગત સિનિયર સીટીઝનો માટે થયેલી કાર્યવાહી, ફ્રુટની જરૂરીયાત સમયે અન્ય રાજયની મદદથી જરૂરીયાતમંદ માટેની સુવિધા વિ. બાબતોની ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઇ આવી તમામ બાબતો પ્રજા અને પોલીસના સંકલન માટે મહત્વનું પરીબળ સાબીત થઇ શકે તેમાં કોઇ બે મત ન હોવા પર ભાર મુકવામાં આવેલ.

(4:17 pm IST)