ગુજરાત
News of Wednesday, 15th July 2020

૧૦૮ના પાઈલોટ પણ PPEકીટ પહેરી શકે

કેસ ડિટેકટ થાય ત્યારે દર્દીને ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જવાની જવાબદારી ૧૦૮ની છે : વિવાદ બાદ પાઈલોટને પણ પીપીઈ કીટ પહેરવાની મંજૂરી, અગાઉ ના પાડવામાં આવી'હતી

રાજકોટઃ ઈમર્જન્સીના સમયે ૧૦૮નો સ્ટાફ ત્વરીતપણે સેવા આપે છે. કોરોનાના દર્દીને ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી ૧૦૮ની છે. પરંતુ ૧૦૮ના પાઈલોટને પીપીઈ કીટ પહેવાની મનાઈ ફરમાવ્યા બાદ વિવાદ થતાં ફરીથી મંજુરી આપવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ૧૦૮ એમ્બ્યુલન્સના પાઈલોટને એમ કહેવામાં આવ્યું હતું કે પાઈલોટે વેનમાંથી નીચે ઉતરવાનું હોતું નથી અને પોઝીટીવ દર્દી ચાલીને જ એબ્યુલન્સમાં જતા હોય છે. જેથી પાઈલોટે કીટ ન પહેરવા જણાવતા આ મામલે વિવાદ સર્જાતા પાઈલોટને ડર લાગતો હોય તો તે પીપીઈ કીટ પહેરી શકે છે.

હાલમાં પીપીઈ કીટ પૂરતી સંખ્યામાં મળી રહી છે. આમ છતાં પાઈલોટને ના પાડવામાં આવતા વિરોધ થતાં અંતે પાઈલોટને પણ કીટ પહેરવા જણાવાયું છે.

(4:17 pm IST)