ગુજરાત
News of Wednesday, 15th July 2020

વલસાડ જિલ્લામાં વાપીમાં 5 સહીત કોરોના પોઝીટીવ ૧૪ કેસો નોંધાયા :કુલ કેસનો આંક 378 થયો : ૧૦ દર્દીઓને રજા અપાઇ

વલસાડ તાલુકાના બે પારડી તાલુકાના બે, વાપી તાલુકાના પાંચ અને ધરમપુર તાલુકાના એક કેસ

 

વલસાડ જિલ્લા આરોગ્ વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં આજે કોવિડ-૧૯ના નવા ૧૪ કેસો નોંધાતા આજદિન સુધીમાં નોંધાયેલા જિલ્લાના કુલ કેસોની સંખ્યા ૩૭૮ થઇ છે. જ્યારે જિલ્લા બહારના ૪૧ કેસો નોંધાયેલા છે. આજે વલસાડ તાલુકાના બે પારડી તાલુકાના બે, વાપી તાલુકાના પાંચ અને ધરમપુર તાલુકાના એક મળી કુલ ૧૦ દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. હાલમાં વલસાડ જિલ્લાના ૧૮૬ અને જિલ્લા બહારના ૨૪ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં આજદિન સુધી લેવાયેલા ૬૬૪૨ સેમ્પલ પૈકી ૬૨૬૪ સેમ્પલ નેગેટીવ અને ૩૭૮ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.

 

આજે નોંધાયેલા નવા ૧૪ કોવિડ-૧૯ કેસોમાં વલસાડ તાલુકાના હિંગરાજ નૂતનનગરના પ૮ વર્ષીય પુરુષ, ગ્રીનપાર્કની ૬પ વર્ષીયસ્ત્રી, શહીદ ચોકના ૪પ વર્ષીય પુરુષ, વાપી તાલુકાના ગાર્ડન સોસાયટી-વાપીના પ૯ વર્ષીય પુરુષ, ચંદ્રાસ્મૃતિ કચીગામ રોડના પ૬ વર્ષીય પુરુષ, સરસ્વતી નગર ટાંકી ફળિયાના ૬૩ વર્ષીય પુરુષ, મોહિત પાર્ક પેરેડાઇઝ બિલ્ડિંગના ૪પ વર્ષીય પુરુષ, અરિહંત એપાર્ટમેન્ટની ૭૦ વર્ષીયસ્ત્રી, ચંદનવાડી ડુંગરાના પ૦ વર્ષીય પુરુષ, નહેરુ સ્ટ્રીટના પ૬ વર્ષીય પુરુષ, ઉમરગામ તાલુકાના ધોડીપાડા પાટકર ફળિયાની ૬૧ વર્ષીયસ્ત્રી, ધોડીપાડા પાટકર ફળિયાના ૨૪ વર્ષીય પુરુષ, ધરમપુર તાલુકાના બીલપુડી- કુંભાર ફળિયાના બાવન વર્ષીય પુરુષ તેમજ કપરાડા તાલુકાના મોટાપોંઢા-કરશન ફળિયાના ૧૯ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
આજરોજ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે બ્રાહ્મણસ્ટ્રીટ, પારડીના રહેવાસી પંચાવન વર્ષીય પુરુષનું દુઃખદ મરણ થયું છે. મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.આજની તારીખે જિલ્લામાં ૬૬૩ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, પપ સરકારી ફેસીલીટીમાં અને ૯૪ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૮૧૨ વ્યક્તિઓ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં કમાન્ કંટ્રોલરૂમ ખાતે ૪૨૬પ, ૧૦૪ ઉપર ૧૨૯ અને ૧૦૮ ઉપર ૬૬૭ કોલ મળ્યા હોવાનું વલસાડ જિલ્લા આરોગ્ અધિકારી દ્વારા જણાવાયું છે.

(11:38 pm IST)