ગુજરાત
News of Wednesday, 15th July 2020

માણેક ચોક બજાર બે કલાક વહેલું બંધ થશે

કોરોના લીધે લેવાયો નિર્ણય

અમદાવાદ,તા.૧૪માણેકચોક સોના ચાંદી બજારમાં ઘણા વેપારીઓને કોરોના વાયરસ થતા માણેકચોક બજારમાં કલાક જેટલો સમય ઘટાડવામાં આવ્યો છે.આઉપરાંત ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને બજારમાં આવવા માટે સલાહ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. શહેરના હાર્દ સમાન માણેકચોક બજાર પણ કહેરથી અછુત નથી રહ્યું. માણેકચોકમાં સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા કેટલાક વેપારી અને કારીગરોમાં અનલોક- બાદ કોરોનાથી સંક્રમિત થવાના ઘણા કેસો થયા છે. આજે માણેકચોક સોના ચાંદીના એસોસીયેશને યાદીમાં જણાવ્યું કે દેશમાં અને અમદાવાદમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. આપણા બજારમાં પણ ઘણા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તો સાવચેતીના પગલારુપે બજારનો સમય કલાક ઘટાડવામાં આવે છે. આજથી બજારનો સમય કલાક ઘટાડવામાં આવે છે. આજથી બજારનો સમય સવારે ૧૦ થી સાંજના સુધીનો રહેશે.એસોસીએશનના પ્રમુખ પરેશ દશરથલાલ ચોક્સી અને મંત્રી અરવિંદ કાન્તીલાલ ચોક્સીએ જણાવ્યું હતું કે ૭૦ વર્ષથી વધારેની ઉંમરની વ્યક્તિ બજારમાં આવવું નહી. દરેક વેપારી મિત્રોએ સરકારની ગાઇડલાઈન પ્રમાણે માસ્ક,સેનીટાઈઝર અને દરેક વ્યક્તિથી સામાજીક  અંતર રાખવું.

 

(10:27 pm IST)