ગુજરાત
News of Wednesday, 15th July 2020

રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં રાખેલા ફેસિલિટી કવોરંટાઇનમાં લોકોને સુવિધામાંના નામે મીંડું : ગંદકીનું સામ્રાજ્ય..?!!

સાફ સફાઈ ના અભાવે ગંદકીથી ખદબદતા ટોયલેટ સહિત મકળીના જાળાનો ખડકલો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોવિડ- ૧૯ હોસ્પિટલ જાણે દર્દીઓ માટે બીમારીનું આશ્રય સ્થાન હોય તેવી કડવો અનુભવ કેટલાક દર્દીઓને થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.જેમાં યોગ્ય સફાઈ ન થતા ફેસિલિટી કવોરંટાઇનમાં રાખેલા લોકોને અન્ય બીમારી લાગવાનો ભય સતાવી રહ્યો છે.

 

  રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં રાખેલા ફેસિલિટી કવોરંટાઇન માં લોકોને પૂરતી સુવિધા નહિ મળતી હોવાની બુમ ઉઠી છે જેમાં ગંદકીથી ખદબદતું ટોયલેટ અને સાફ સફાઈ ન થતા ઠેર ઠેર મકળીના જાળા સાથે મચ્છરનો પણ ઉપદ્રવ હોવાનું કેટલાક ફેસિલિટી કવોરંટાઇન કરેલા લોકો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે આ લોકોનું કહેવું છે કે અમને ફેસિલિટી કવોરંટાઇન કર્યા હોઈ પરંતુ કોરોના ના રક્ષણ માટે અહીંયા લાવ્યા બાદ અન્ય બીમારી પણ અમને લાગી શકે તેવો ભય લાગી રહ્યો છે જેમાં કેટલાક બાળકો પણ હોય તેમ છતાં સફાઈ બાબતે અહીંયા ખાસ કોઈ તકેદારી ન લેવાતા બકરું કાઢતા ઉંટ પેસે તેવો ઘાટ હાલ અમારો થઈ શકે તેમ લાગી રહ્યું છે.ત્યારે કોરોના જેવી ગંભીર બાબતે પણ આ હોસ્પિટલ માં કોઈ ખાસ કાળજી ન લેવાતી હોય તો આ બાબતે જવાબદારો સામે પગલાં લેવાય એ જરૂરી બન્યું છે.

(10:01 pm IST)