ગુજરાત
News of Wednesday, 15th July 2020

સુરતમાં શિક્ષકોને નવી જવાબદારી : હવે ચેકપોસ્ટ પર ફરજ બજાવવા જવાબદારી

માંગરોળ અને ઓલપાડ ચેકપોસ્ટ પર 3 શિફ્ટમાં કામ કરશે શિક્ષકો :કેટલાક શિક્ષકો નારાજ

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ ચિંતાજનક  વધી રહ્યાં છે વાઈરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર તમામ પગલા ઉઠાવી રહ્યું છે. જે અંતર્ગત હવે શિક્ષકોને કોરોના માટે નવી જવાબદારી સોંપાઈ છે,.

 

 આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત જિલ્લા પ્રાથિમિક શિક્ષણાધિકારી તરફથી શિક્ષકોને ચેક પોસ્ટમાં તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ઓલપાડ તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 શિક્ષકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ઓલપાડની ચેક પોસ્ટ પર 3 અને માંગરોળ ચેકપોસ્ટ પર 4 શિક્ષકો દિવસની 3 શિફ્ટમાં ફરજ બજાવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સુરતમાં સરકારની વિવિધ યોજનાઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ઉપર નવી જવાબદારી નાંખવામાં આવતા કેટલાક શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.

(9:50 pm IST)