ગુજરાત
News of Monday, 15th July 2019

પુત્રવધુ રિસામણે જતા વેવાઈ બનેલા ભાઈ સાથે તકરાર બાદ સાસુ શાંતાબેને અગન પછેડી ઓઢીને જીવન ટૂંકાવ્યું

બગસરા તાલુકાના માવઝીંઝવા ગામે રહેતા પ્રૌઢાએ પુત્રવધુ રિસામણે જતા વેવાઈ બનેલા ભાઈ સાથે તકરાર બાદ અગન પછેડી ઓઢીને જીવન ટૂંકાવ્યું હતું પૌઢાએ પોતાના ભાઈની પુત્રીને પોતાના પૂત્ર સાથે લગ્ન કરાવ્યા બાદ છ મહિનાથી પુત્રવધુ રિસામણે જતા ભાઈ સાથે માથાકૂટ બાદ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવતા પ્રૌઢાનું મોત નીપજ્યું હતું

  આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બગસરા તાલુકાના માવઝીંઝવા ગામે રહેતા શાંતાબેન ખીમજીભાઈ દાફડા નામના ૫૦ વર્ષના પ્રૌઢાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવતા સારવાર અર્થે બગસરા બાદ અમરેલી બાદ અત્રે સરકારી હોસ્પિટલમાં ચાલુ સારવારે દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.

  જાણવા મળતી પ્રાપ્ત વિગત મુજબ મૃતક શાંતાબેન દાફડાના ભાઈ ગોવિંદભાઈ નેપાભાઈ ખેતરીયાની પુત્રી અશ્વીની સાથે પુત્ર વિજય દાફડાના એક વર્ષ પહેલા લગ્ન થયા હોય ત્યારે પુત્રવધુ અશ્વીની ૬ માસથી રિસામણે હોય જે મામલે ભાઈ બહેન વચ્ચે તકરાર ચાલતી હોય જેનાથી કંટાળી પ્રૌઢા શાંતાબેન દાફડાએ અગન પછેડી ઓઢી જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પોસ્ટ મોટર્મ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(9:13 pm IST)