ગુજરાત
News of Tuesday, 15th June 2021

તિથલ દરિયા કિનારો હવે સહેલાણીઓ માટે ખુલે તેવા એંધાણ

અકિલા સાથેની વાતચીતમાં કલેકટર આર.આર.રાવલે કહ્યું-તિથલ દરિયા કિનારા માટે સહેલાણીઓને જવા માટે છૂટ આપવાની વિચારણા ચાલુ :સહેલાણીઓને ટૂંક સમયમાં જવા દેવામાં આવશે

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેથી પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા પણ હવે સરકાર દ્વારા બાગ-બગીચાઓ સહિત પ્રવાસન સ્થળ ખોલવાની છૂટ અપાય છે પરંતુ વલસાડનો તીથલ બીચ હજુ સુધી ખુલી શક્યો નથી

 આ બાબતે કલેકટર સાથે અકિલાએ વાતચીત કરતા કલેકટર આર. આર. રાવલે જણાવ્યું કે તિથલ દરિયા કિનારા માટે સહેલાણીઓને જવા માટે છૂટ આપવાની વિચારણા ચાલુ છે  ટૂંક સમય માં જવા દેવામાં આવશો તેમ જણાવ્યું હતું

(9:07 pm IST)