ગુજરાત
News of Tuesday, 15th June 2021

વડોદરા:સીંઘરોટ રોડ નજીક અજાણ્યા વાહનની હડફેટે શ્રમજીવી યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત

વડોદરા: શહેરના સિંઘરોટ રોડ પર કબીર ફાર્મ પાસે ગત રાતે અજાણ્યા વાહનની અડફેટે શ્રમજીવી યુવાનને શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત યુવાનને  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયુ છે.

મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કાકરીડુંગરી ગામે રહેતા રમેશભાઇ હીરાભાઇ ડાંગી છેલ્લા દશ દિવસથી સેવાસી ગામમાં પ્રિયા સિનેમા પાસે નવી બંધાતી સાઇટ પર મજૂરી કામ કરે છે.તેમની સાથે તેમનો કૌટુંબિક ભત્રીજો શૈલેષ વિરસીંગ ડાંગી પણ મજૂરી કામ કરતો હતો.ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે રમેશભાઇ સાઇટ પર તેમની  રૃમમાં હતા.રમેશભાઇના કૌટુંબિક ભાઇ સોમાભાઇ ધીરાભાઇ ડાંગીએ ફોન કરીને જણાવ્યું હતું કે,મેં શૈલેષની ખબર જોવા માટે કોલ કર્યો હતો.પરંતુ,શૈલેષનો કોલ અન્ય કોઇ વ્યક્તિએ રિસિવ કર્યો હતો.અને કહ્યું હતું કે, ભાઇને સિંઘરોટ રોડ  પર કબીર ફાર્મ પાસે અજાણ્યા વાહને અકસ્માત કર્યો છે.અને હાલમાં ગોત્રી જનરલ હોસ્પિટલમાં તે સારવાર લઇ રહ્યો છે.તમે હોસ્પિટલ પર આવી જાવ.જેથી,રમેશભાઇ તેમના સંબંધીઓ સાથે હોસ્પિટલ પર ગયા હતા.તે સમયે શૈલેષ બેભાન હતો.અને તેના શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી.ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

(6:16 pm IST)